Jump to Content

વધુ ઝડપી, વધુ સલામત, વધુ સરળ. માત્ર એક ટૅપ વડે 'Google વડે સાઇન ઇન કરો'.

તમારા Google એકાઉન્ટના ઉપયોગ વડે સાઇન અપ અને સાઇન ઇન કરવાનું વધુ સલામત અને વધુ સરળ બનાવો, જેથી તમારે વપરાશકર્તાના નામ અને પાસવર્ડ યાદ રાખવામાં ઓછો સમય વિતાવવાનો રહે તેમજ તમે તમારી મનગમતી ઍપ અને સાઇટ પર વધુ સમય વિતાવી શકો.

કોઈ લૅપટૉપની સ્ક્રીન પર 'Google વડે સાઇન ઇન કરો' બટન પર કર્સર લઈ જવામાં આવે છે. ઍપના બધા આઇકન સ્ક્રીન પર વર્તુળમાં ફરતા દેખાય છે. લૅપટૉપની બાજુમાં કોઈ મોબાઇલ ડિવાઇસ પણ 'Google વડે સાઇન ઇન કરો' બટન બતાવે છે.
  • કોઈ વિક્ષેપ વિના સાઇન ઇન કરો

    વપરાશકર્તાઓના નામ અને પાસવર્ડની કોઈ તકલીફ વિના સરળતાથી અને સલામત રીતે નવા એકાઉન્ટ બનાવો અથવા તમારી મનપસંદ ઍપ અને સાઇટમાં સાઇન ઇન કરો.

  • કોઈપણ ડિવાઇસનો ઉપયોગ કરો

    iOS અને Android સહિત તમે ઉપયોગ કરતા હો એવા બધા બ્રાઉઝર અને ડિવાઇસ પર સરળ, સુપરિચિત સાઇન ઇનના અનુભવની મોજ માણો.

  • તમારા કનેક્શન નિયંત્રિત કરો

    તમારું નામ, ઇમેઇલ ઍડ્રેસ અને પ્રોફાઇલ ફોટા જેવી એકાઉન્ટની માહિતી સુરક્ષિત રીતે શેર કરીને તમારી ઍપ અને સાઇટના તેમજ Drive જેવી Googleની ઍપનો ઍક્સેસ મેનેજ કરીને નિયંત્રણમાં રહો.

  • Google સાથે વધુ સુરક્ષિત રહો

    ફરીથી ઉપયોગમાં લેવાયેલા પાસવર્ડ અને નબળા સાઇન ઇનને અલવિદા કહો. તમારા Google એકાઉન્ટ વડે સુરક્ષિત રીતે સાઇન ઇન કરવાનો અર્થ એ જ કે તમારા પાસવર્ડ સ્ટોર કરવા માટે તમે ઓછામાં ઓછી ઍપ અને સાઇટ પર નિર્ભર રહો, જેથી તમારો ડેટા વધુ સલામત રહી શકે.

'Google વડે સાઇન ઇન કરો'નો ઉપયોગ કરવાની રીત

તમારી મનગમતી ઍપ અને સાઇટ કોઈપણ ડિવાઇસ પર સરળતાથી ઍક્સેસ કરો — તે પણ તમારા Google એકાઉન્ટ વડે

ઍપ કે સાઇટ પરના 'Google વડે સાઇન ઇન કરો' બટન પર ક્લિક કરો

ઉપયોગ કરવા માટે કોઈ Google એકાઉન્ટ પસંદ કરો

જો આ પ્રક્રિયા તમે પહેલી વાર કરી રહ્યાં હો, તો ઍપ કે સેવામાં સાઇન ઇન કરવા માટે નામ, ઇમેઇલ ઍડ્રેસ અને તમારા Google એકાઉન્ટમાંના પ્રોફાઇલ ફોટાને શેર કરો
અમુક ઍપ તમારા સરનામા કે ફોન નંબર જેવી અન્ય માહિતી વિશે પૂછી શકે છે, જે તમે કોઈપણ સમયે તમારા Google એકાઉન્ટના સેટિંગમાંથી નિયંત્રિત કરી શકો છો

ઍપ કે સાઇટ પર આગળ વધો

તો પત્યું, હવે તમે સાઇન ઇન થયા છો!
આગલી વખતે, તમારા આ જ Google એકાઉન્ટ વડે સરળતાથી સાઇન ઇન કરી લેજો

કોઈ ડિવાઇસ પર સાઇન ઇનની સ્ક્રીન બતાવવામાં આવી રહી છે. વપરાશકર્તાનું નામ અને પાસવર્ડ ફીલ્ડની નીચે કોઈ નવું એકાઉન્ટ બનાવવાના કે 'Google વડે સાઇન ઇન કરો'ના વિકલ્પો આપવામાં આવ્યા છે. 'Google વડે સાઇન ઇન કરો' બટન મોટું થાય છે અને સ્ક્રીનમાં દૂર જતું જોવા મળે છે. કોઈ કર્સર બટન પર ક્લિક કરે છે.
ડિવાઇસની પૂર્ણ સ્ક્રીન પર કોઈ પૉપ-અપ દેખાવું. ઍપ પર આગળ વધવા માટે, તે વપરાશકર્તાને કોઈ Google એકાઉન્ટ પસંદ કરવા કે કોઈ અન્ય એકાઉન્ટ ઉમેરવાનું પ્રૉમ્પ્ટ આપે છે. કર્સર ઉપયોગ કરવા માટે કોઈ એકાઉન્ટ પસંદ કરે છે.
તેઓને ઍપમાં સાઇન ઇન કરવાની મંજૂરી Google દ્વારા આપવામાં આવે, એ માટે વપરાશકર્તાને પ્રૉમ્પ્ટ કરવા માટે પૉપ-અપમાં ફેરફારો થાય છે. કર્સર દ્વારા 'ચાલુ રાખો' બટન પર ક્લિક કરવામાં આવે છે. પૉપ-અપ બંધ થાય છે અને સ્ક્રીન પર કોઈ ઍપ લોડ થતી બતાવવામાં આવે છે.

Googleની વિશ્વસનીય સુરક્ષા વડે વધુ સલામત રીતે સાઇન ઇન કરો

  • ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત

    તમે કોઈ ઝડપી, સુરક્ષિત સાઇન ઇન પ્રક્રિયાના હકદાર છો. તમારી માહિતી ઑનલાઇન કેટલી જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે, તેને મર્યાદિત કરીને 'Google વડે સાઇન ઇન કરો'ની સુવિધા ત્રીજા પક્ષના ડેટા ઉલ્લંઘનો સામે સુરક્ષામાં સહાય કરી શકે છે.

  • તમે નિયંત્રણમાં છો

    ત્રીજા પક્ષની દરેક ઍપ અને સાઇટ સાથે તમે શેર કરવાનું પસંદ કરતા હો, એવી માહિતી મેનેજ કરો અને તમારા Google એકાઉન્ટમાંથી કોઈપણ સમયે તમારા સેટિંગ અપડેટ કરો.

  • ડિઝાઇન અનુસાર ખાનગી

    જાહેરાતો માટે કે Googleની કોઈ અન્ય પ્રોડક્ટ માટે, 'Google વડે સાઇન ઇન કરો'માંની કોઈ માહિતી કે ઍક્ટિવિટીનો ઉપયોગ Google દ્વારા કરવામાં આવતો નથી. અમે તમારી પ્રાઇવસીને માન આપવા માટે બનાવવામાં આવેલા જવાબદારીભર્યા 'ડેટાના નિયમો'નું ભારપૂર્વક સમર્થન કરીએ છીએ.

તમારી મનપસંદ ઍપ અને સાઇટ હવે માત્ર એક ટૅપ દૂર છે